“તમારું પોતાનું કામ, તમારી અસલી ખુશી! - સદ્ગુરુ જગ્ગી વાસુદેવ.

 

તમારું પોતાનું કામ, તમારી અસલી ખુશી! - સદ્ગુરુ જગ્ગી વાસુદેવ 

દોસ્તો, દુનિયામાં કેટલાક કામ એવા હોય છે જે ખાલી તમારા માટે બન્યા હોય છે. બીજા કોઈ એને એટલા દિલથી નહીં કરી શકે જેટલું તમે કરી શકો.

તમારા દિલમાં કોઈ વાતને લઈને એક ખાસ ઈચ્છા જાગે ને? કોઈ વસ્તુ કે કામ તમને અંદરથી ખેંચે, તમને લાગે કે ' મારે કરવું છે!' તો સમજી લો કે ખાલી એમ નથી. તમારો અવાજ છે, તમારા માટે કુદરતનો કરામતી સંકેત છે તમારું સાચું કામ (calling) છે!


ધારો કે, તમને પ્રાણીઓ ખૂબ ગમે છે. તમારા વિસ્તારમાં તમે જોયું કે કેટલાક રખડતા શ્વાન ભૂખ્યા ફરે છે કે તકલીફમાં છે. બીજા લોકો કદાચ ખાલી ફરિયાદ કરે, પણ તમારા મનમાં એમને મદદ કરવાની એક તીવ્ર ઈચ્છા જાગે. તમને અંદરથી થાય કે 'મારે કંઈક કરવું છે.' તો તમારી 'કૉલિંગ' છે! તમે કદાચ તેમને નિયમિત જમાડવાનું શરૂ કરો, કે કોઈ સંસ્થા સાથે જોડાઈને તેમને આશ્રય અપાવો. કામ બીજા માટે કદાચ નાનું હોય, પણ તમારા માટે તમારો પોતાનો પ્રોજેક્ટ છે, તમારી અસલી ખુશીનો રસ્તો છે.


કે પછી

તમારા ઘર પાસે કોઈ નાનો બગીચો હોય કે કોઈ ખુલ્લી જગ્યા જે સાવ સુકાઈ ગઈ હોય અને ગંદી હોય. બધા તેને જોઈને આગળ વધી જાય, પણ તમને થાય કે 'લાવ, આને ફરી હરિયાળું અને સ્વચ્છ કરું!' તમે ત્યાં થોડા છોડ વાવો, નિયમિત પાણી પાઓ, કચરો સાફ કરો, અને ધીમે ધીમે આખી જગ્યા સુંદર બની જાય. ખાલી છોડ વાવવાનું કામ નથી, તો આખી જગ્યાને જીવંત કરવાનો અને તમારા વિસ્તારને સુંદર બનાવવાનો તમારો પ્રોજેક્ટ છે!


યા તો

તમારા ગામ કે શેરીમાં કોઈ એવા કારીગર કે વ્યક્તિ હોય જે બહુ સરસ વસ્તુઓ બનાવતા હોય (જેમ કે માટીના રમકડાં, સુંદર ચિત્રો, કે ભરતકામ), પણ તેમને કોઈ ઓળખતું હોય. તમને મનમાં થાય કે 'મારે એમની કલાને દુનિયા સુધી પહોંચાડવી છે.' તમે તેમને સોશિયલ મીડિયા પર પ્રોમોટ કરો, તેમના માટે નાના વીડિયો બનાવો, કે કોઈ મેળામાં તેમના માટે સ્ટોલ ગોઠવવામાં મદદ કરો. ખાલી મદદ નથી, તો એમની કલાને સાચી ઓળખ આપવાનો અને તેમના જીવનમાં બદલાવ લાવવાનો તમારો પ્રોજેક્ટ છે.


આવા મોકાને ક્યારેય છોડતા નહીં. કારણ કે જ્યારે તમે કામ કરો છો જે તમારા માટે બન્યું છે, ત્યારે તમને જે ખુશી અને શાંતિ મળે છે, તે બીજે ક્યાંય નથી મળતી. એમાં તમારી અસલી સફળતા અને મનનો સંતોષ છુપાયેલો છે.”

ટિપ્પણીઓ