"બે ની લડાઈમાં ફક્ત 'ત્રીજો' જ નહિ, પણ બીજાં સેંકડો ફાવી રહયાં છે."


કદાચ આપ લોકોમાંથી ઘણાંય સંદીપ માહેશ્વરી અને શ્રી વિવેક બિન્દ્રા વચ્ચે શરુ થયેલ ઝગડા-મુદ્દાથી થોડાંક વાકેફ હશો. છતાં તેને લગતી મને કેટલીક બાબતો શેર કરવા જેવી લાગી છે. હા ! તો વાત એમ બની છે કે... 

બે દિવસ અગાઉ સંદીપ માહેશ્વરી તરફથી BIG SCAM EXPOSED ટાઇટલ હેઠળ એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો. જેમાં કોઇનુંયે નામ લીધા વિના 'ઓનલાઇન-ઓફલાઈન માર્કેટિંગના કોર્સથી લાખો રૂપિયાની કમાણીથી સ્માર્ટ છેતરપિંડી કરવામાં આવતા સ્કેમ'ને ખુલ્લું પાડવામાં આવ્યું છે. એટલે બેશક શંકાની સોયા ડૉ. વિવેક બિન્દ્રાના 'બડા બિઝનેસના કોર્સીસ અને કમાણી' તરફ જ જાય તે દેખીતું છે. 

અને થયું પણ એવું કે પાછલાં કલાકોમાં સંદીપભાઈ અને વિવેકભાઈ વચ્ચે આરોપ-પ્રતિઆરોપ લાગી રહ્યાં છે. તેઓ એકબીજા પર શાબ્દિક યુદ્ધ દ્વારા વરસી રહ્યાં છે. જેમાં એ નાનકડાં યૂટ્યૂબર કીડાઓ પણ પોતાના દરમાંથી બહાર નીકળી આ ભડકેલી આગમાં પોતાના રોટલાં શેકી રહ્યાં છે. 

યસ ! આ વાત ઘણી વધારે વાઇરલ બની છે, (કે પછી બનાવવામાં આવી છે.) તે સાથે મને એ વાતનું આશ્ચર્ય વધારે થઇ રહ્યું છે કે પોતાના મૂલ્યવાન કન્ટેન્ટ્સ દ્વારા આ બંનેવ જણાએ અત્યાર સુધીમાં લાખો લોકોને સાવ મફતમાં મોટિવેશનલ માહિતી અને જ્ઞાન પીરસ્યું છે, છતાં તેમની વચ્ચે શાં માટે આ પ્રકારનો ખુલ્લો (ડીમોટીવેશનલ) ઝગડો જાહેર થઇ રહ્યો છે !!?!?!?

વર્ષોથી એક માર્કેટિંગ ઓફિસર અને કન્ટેન્ટ્સ ક્રિયેટર બનીને મેં આ બંને ઉપરાંત બીજાં અનેક સ્પિકર્સ દ્વારા ઘણાં 'ઇનસાઇટ્સ' મેળવ્યા છે. અલબત્ત સંદીપ મહેશ્વરીએ તેમના વિડિયોઝ દ્વારા ક્યારેય પણ કોઈ પ્રોડક્ટ કે સર્વિસ વેચી નથી. માત્ર અનુભવોનું ભાથું બનાવી સૌની સાથે વહેંચ્યું છે.    

જયારે બીજી બાજુ વિવેક બિન્દ્રાએ તેમના જ્ઞાનવર્ધક વિડિયોઝ વહેંચી તેના હેઠળ તેમનો અનુભવ અને માસ્ટરી તેમજ સેમિનાર્સ ડિક્લેઈમર્સ પીને ખુલ્લેઆમ જે છે તે કહીને વેચી છે. જેનો મેં પૂરતો અભ્યાસ પણ કર્યો છે. ટૂંકમા કહું તો...

સંદીપ માહેશ્વરીનું માર્કેટિંગ મોડેલ: 

"મારા સ્ટુડીઓમાં આવીને કોઈ એક વિષય પર હું જે કાંઈ બોલું તેને સાંભળી મારો ફ્રિ સેમિનાર એટેન્ડ કરો. બસ ! એટલું જ."

વિવેક બિન્દ્રા મોડેલ: 

"યુટ્યુબ પર મારા સ્ટાન્ડર્ડ ફ્રિ વિડિયોઝ માણો અને પછી તમને જરૂર લાગે તો તમારા વેપાર વિકાસ માટે મારી (અત્યારે કેટલાંક લાખ રૂપિયાની) કન્સલ્ટન્સી/ કોચિંગ ફી આપી મારી પ્રોફેશનલ સેવાનો લાભ મેળવો. અને ત્યાર બાદ તમે ચુકવેલી ફીનું વળતર મેળવવા મારી પ્રોફેશાન્લ જ્ઞાન આપતી મોબાઈલ એપનું સબ્સ્ક્રિપશન્સ અન્યોને (એફિલિયેટ માર્કેટિંગ દ્વારા) વેચો. અને તેના દ્વારા લાખોનું કમિશન મેળવો."

હવે આમાં એટલીસ્ટ મને તો ક્યાંય કોઈ સ્કેમ કે ફ્રોડ દેખાતો નથી. પણ કેટલાંય વૉચિંગ-વાયડાઓએ મુદ્દાના કોરને સમજ્યા વિના તેને 'એક્સપોઝ' નામે તેમની નાસમજનું પ્રદર્શન કરી રહ્યાં છે.

બેશક ! 'મોટિવેશન'ના નામે અત્યારે ઘણું 'ખોટીવેશન'નું અધિવેશન ચાલી રહયું છે. પણ ખુદની સમજણ અને અનુભવ તેનો ભેદ આસાનીથી ખુલ્લું પાડી શકે છે. એટલે એવી ખોટા જાળમાં ફસાતા બચી શકાય છે. 

અત્યારે તો પરિસ્થિતિ ઘણી ગરમ છે. પણ સંદીપ-વિવેકના 'વિવેકભાન અને વિવેકબુદ્ધિ પરથી એટલું કહી શકાય કે બધું જ 'ટ્વીસ્ટ એન્ડ ટર્ન' થઇ સારા-વાના જ થવાના છે. કારણકે...

"કોઈપણ સ્કેમ તેના 'કરવાથી' નહિ, સ્વિકારવાથી થાય છે. અને તેના (વધુ ભાગે અને ભોગે) જિમ્મેદાર આપણે ખુદ જ હોઈએ છીએ. બસ ! અત્યારે જે શોર-બકોર દેખાય છે, તે એ સૌનો જ છે." - બાબા મુર્તઝાચાર્ય (સિમ્પલીફાઇડ માર્કેટિંગવાલે). 

ટિપ્પણીઓ