આ છે સુંદર મૃગ જેવી મૃણાલની અને તેની ઠાકુરી એક્ટિંગની વાત !

 

(ફોટો ક્રેડિટ: newsbugz.com)

જો મારી પાસે પશ્ચિમ બંગાળમાં આવેલા સુંદરવનની જમીનનો એક ટુકડો પણ હોત તો હું મૃણાલ ઠાકુરને તેની સાથે 'ડેટ' કર્યા વિના પણ ગિફ્ટ કરી દેત.

પણ મૃણાલ રહી મરાઠી મુલગી. એ આટલી સુંદર રહીને અત્યારથી 'વન'માં જાય? - ન જાય. અને આપણા એવા ક્યાં પૂણ્ય જાગે કે બંગાળમાં એવો કોઈ ટુકડો મળે? બસ ! ત્યાં તો પૌરાણિક યાદો સમાયેલી છે. જેને હું હજુયે મારી સ્મૃતિઓમાં 'મમતા' સમજીને સાચવી બેઠો છું.

હા ! તો ખૈર હું વાત કરતો હતો એ સુંદર મૃગ જેવી મૃણાલની અને તેની ઠાકુરી એક્ટિંગની. આ છોકરીનું કૂળ ક્યાંયથી પણ આવતું હશે એની મને ખબર નથી. પણ એટલું વિશ્વાસપૂર્વક કહું છું કે તેના લોહીમાં રહેલી નેચરલ એક્ટિંગ મને બહુ 'ફૂલ' લાગે છે.

આમ તો સુપર-૩૦, ઘોસ્ટ-સ્ટોરીઝ, ધમાકા અને આહ ! સીતારામમમાં તેણે રીતસરનું ખંજર છાતી પર ચલાવવાની કોશિશ કરી છે. પણ 'લસ્ટ-સ્ટોરીઝ-૨'માં આ છોરીએ તેની અદાઓ પર ફિદા થવા માટે દિલ પર રામપુરી છૂરી ચલાવી છે.

તેની માસૂમ ખિલખિલાહટને જ કદાચ 'લસ્ટ' ઓપશન તરીકે મુક્યો હોવો જોઈએ. એવું ડાયરેક્ટરનું તો નહિ, પણ મારું દ્રઢપણે માનવું છે.

આ લોકો કેમ આપણને 'પૈણી લીધા પછી જ દેખાય છે???' કુંવારા રહેવાનું કોઈ કારણ પહેલેથી જ આપવામાં તેમના ફાધરની દીકરી તરીકે શું જાય છે? એ તો સારું છે કે મેં મારી પટલાણીને કહી દીધું છે:

"જો અલી, એક્ચ્યુઅલી હું મૃણાલ ઠાકુર, સાઈ પલ્લવીને આંખો બંધ કરીને ચાહું છું. અને તને ખુલ્લી આંખે. તો તને વર્ચુઅલી કોઈ વાંધો નથી ને?"

તો મારી પટલાણી મને કહે છે: "તમે વાંઢા કેમ ના રહ્યાં? બસ ! એ જ વાંધો છે.
🤪

તો ઇસ બાત પર મૈં કહે રહા હૂં "યહ 'હાર્ટ' મુઝે દે દે 'ઠાકુર'ની !

ટિપ્પણીઓ