બોલો, તમને કેટલાં વર્ષો સુધી જીવવું ગમશે?

 "જિસે હમ ઢૂંઢતે થે ગલી ગલી,
   વહ હમારે ખુદ કે અંદર મિલી."

સવાલ: ક્યા મિલી?
જવાબ: તન-દુરસ્તી, મન-દુરસ્તી અને ધન-દુરસ્તીની ખુશી.

તો હવે મારો બીજો પ્રશ્ર્ન છે કે..."શું તમને પણ એવી ખુશી સાથે ૧૦૦ વર્ષ જીવવું છે?" - મારો જવાબ તો હા ! છે જ એટલે જ આ પોસ્ટ મૂકી રહ્યો છું. પણ જો તમારો જવાબ ફેફસા અને હૃદયની અંદરથી જ 'હાઆઆઆઆ !' આવતો હોય તો મારી એક વાત માનશો?

નેશનલ જ્યોગ્રાફિકનો ફોટોગ્રાફર-એક્સ્પ્લોરર અને વાર્તાકાર ડેનિયલ બૉટનર તેની વૈશ્વિક માનવજાતની રહેણીકરણી પર બનાવેલી ડોક્યુમેન્ટ્રીઝની અઢળક સિરીઝો માટે તો મશહૂર છે જ. તમે પણ તેને મશહૂર ત્યારે જ કહી શકશો, જયારે નેટફ્લિક્સ પર આવેલી તેની ૪૦ મિનિટ્સના ૪ એપિસોડ્સ ધરાવતી લેટેસ્ટ ડોક્યુમેન્ટરી: LIVE TO 100 YEARS ને હાથમાં ગરમાગરમ સૂપ પીતા રહી જોઈ લેજો.

(મેં 'સૂપ' જ શું કામ કહ્યું તેનો જવાબ પણ તેની અંદર જ મળી જશે.)


હા ! તો ડેનિયલ બૉટનરબાબુએ તેની સુખની શોધ પર આધારિત વિશ્વ-પ્રવાસ દરમિયાન ૬ એવાં શહેરો પસંદ કર્યા, જ્યાં રહેતાં લોકોની સરેરાશ વય ૧૦૦ વર્ષની આસપાસ ફરતી હોય. જેમાં શામેલ છે...

  • ઓકિનાવા, જાપાન.
  • ઈકારિયા, ગ્રિસ.
  • સાર્ડિનિયા, ઇટાલી.
  • નિકોયા, કોસ્ટારિકા.
  • લોમાલિન્ડા, કેલિફોર્નિયા. તેમજ
  • સિંગાપોર.

ડેનિયલભાઈની નજરે આ શહેરો સૌથી સુખી, સ્વસ્થ છે. અને એ જ તેમની સાચી સમૃદ્ધિ છે. જેમાં રહેતાં મહત્તમ નાગરિકોને તેમની 'ઈકીગાઈ' (સુખેથી જીવન જીવવાનો હેતુ) મેળવી ચૂકેલાં છે.

આ શહેરોને તેમણે 'બ્લ્યુ ઝૉન' વાળા શહેરો આપ્યું છે. (વેલ ! બ્લ્યુ ઝૉન જ શું કામ તેનો સ'ટિક' જવાબ પણ તેની અંદર જ છે.)

"આ શહેરોમાં શું કોઈ એવાં અણમોલ સિક્રેટ્સ છે, જેને લીધે ત્યાંના લોકો સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ છે?"

"હા અને ના."

"તો પછી જાણવાનું શું છે?"

"એ જ કે...LIVE TO 100 YEARS ડોક્યુમેન્ટરીને ફક્ત જોવા કરતા તેમાંથી નીકળતી તન-દુરસ્તી, મન-દુરસ્તી અને ધન-દુરસ્તીને ખુશી સાથે 'જોઈન' કરવાની છે. અલબત્ત તેમાં હિન્દી ડબિંગ છે. એટલે સમજવામાં થોડાં વધારે સ્વસ્થ થવાની તાકાત મળે છે. ટૂંકમાં તમારી ખુદની 'ઈકીગાઈ' તેમાંથી મળે છે.

તો દેખ લેના હોં. વરના અપની તબિયત તો સભી કી વૈસે ભી એક દિન સબકો દેખ લેગી ભાય.

અને હા ! જેમને આ ઈકીગાઈની અંદર હજુયે ઊંડા ઉતારવું હોય તો તેઓ ચિરાગ ઠક્કર અનુવાદિત 'ઈકીગાઈ' પુસ્તક કાયમ માટે વસાવી શકે છે.

બસ ! આજે એટલું જ.

ટિપ્પણીઓ